જૂનાગઢ: સમસ્ત દરજીજ્ઞાતિ યુવા સંગઠન ટ્રસ્ટ (S.S.D.Y.S) દ્વારા સમાજને એક તાંતણે બાંધવાના ભગીરથ પ્રયાસરૂપે આગામી તારીખ ૧૧ અને ૧૨ માર્ચ ૨૦૨૬ ના રોજ જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ભવનાથ ખાતે એક દિવ્ય અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ભવ્ય લોકડાયરો અને બીજા દિવસે સમૂહલગ્નોત્સવ યોજાશે.
કાર્યક્રમની રૂપરેખા:
ભવ્ય લોકડાયરો: તા. ૧૧-૦૩-૨૦૨૬, બુધવાર, રાત્રે ૯:૦૦ કલાકે.
સમૂહલગ્નોત્સવ: તા. ૧૨-૦૩-૨૦૨૬, ગુરુવાર.
સ્થળ: ભવનાથ, જૂનાગઢ.
"એક થઈને નવી દિશા તરફ આગળ વધીએ"
આ આયોજનનો મુખ્ય હેતુ સમાજને સંગઠિત કરવાનો છે. સંસ્થા દ્વારા સમસ્ત દરજી સમાજને અપીલ કરવામાં આવી છે કે, આ ભગીરથ કાર્યમાં પરિવાર સાથે પધારીને સમાજને એક તાંતણે બાંધીએ અને “એક થઈ ને નવી દિશા તરફ આગળ વધીએ ને એક બની નેક બનીએ” ના સૂત્રને સાર્થક કરીએ.
લોકડાયરામાં નામાંકિત કલાકારો જમાવટ કરશે:
તારીખ ૧૧મી માર્ચના રોજ રાત્રે યોજાનાર લોકડાયરામાં ગુજરાતના જાણીતા કલાકારો પોતાની કલાના કામણ પાથરશે. આ ડાયરામાં નીચે મુજબના કલાકારો ઉપસ્થિત રહેશે:
લોક સાહિત્યકાર: રવિન્દ્ર સોલંકી, શૈલેષ વાઘેલા, પ્રફુલભાઈ હિંગુ.
ભજનીક: જયમંત દવે, શ્રુતિ દુધરેજીયા, મસ્તરામ ગોંડલિયા, ભરતભાઈ મકવાણા, બાલાભાઈ સોલંકી.
લોક ગાયક: વિશાખા દરજી.
આયોજક સમિતિ:
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સમસ્ત દરજીજ્ઞાતિ યુવા સંગઠન ટ્રસ્ટના હોદ્દેદારો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં સંસ્થાપક અધ્યક્ષશ્રી દુષ્યંતભાઈ વી. ગોહેલ, ટ્રસ્ટ પ્રમુખશ્રી શૈલેષભાઈ એમ. ગોહેલ, સમૂહલગ્ન સમિતિના પ્રમુખશ્રી હર્ષદભાઈ બી. ગોહેલ, પ્રોજેક્ટ ચેરમેનશ્રીઓ મયુરભાઈ એ. સરવૈયા અને ભાવેશભાઈ બી. મકવાણા, મહામંત્રીશ્રી શૈલેષભાઈ એસ. ગોહેલ (UK), મોરબી જિલ્લા પ્રમુખશ્રી દિપકભાઈ રાઠોડ, પ્રોજેક્ટ મંત્રીશ્રી અમિતભાઈ ટી. પરમાર તેમજ ટ્રસ્ટીશ્રીઓ કિરીટભાઈ સી. ગોહેલ અને મેહુલભાઈ એસ. જેઠવા દ્વારા સમાજના લોકોને બહોળી સંખ્યામાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.