Saturday - Jul 04, 2026

૫૩ કેમ્પમાં ૧૫૦૩૮ લોકોનું નિદાન કરી ૬૮૪૮ લોકોને નેત્રમણીથી નવી દ્રષ્ટિ મળી

૫૩ કેમ્પમાં ૧૫૦૩૮ લોકોનું નિદાન કરી ૬૮૪૮ લોકોને નેત્રમણીથી નવી દ્રષ્ટિ મળી

મોરબી જલારામ ધામ ખાતે ૪ માર્ચે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા.૪-૩-૨૦૨૬ બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે. જેમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે.

ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે..જ્યારે ગત ૫૩ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ ૧૫૦૩૮ લોકોએ લાભ લીધો હતો. તેમજ ૬૮૪૮ લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા. તા.૪-૩ના રોજ ધૂળેટીનો પર્વ હોવા છતાં કેમ્પ રાબેતા મુજબ ચાલુ રહેશે જેની સર્વેએ નોંધ લેવા જણાવાયું છે.