Saturday - Oct 03, 2026

મોરબીના કારખાનામાં શ્રમિકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું

મોરબીના કારખાનામાં શ્રમિકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું

મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ ઝેડ વિટ્રીફાઇડ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની સંજયભાઈ દુર્યોધનભાઈ મહંતો ઉ.વ.43 નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેનું મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.