Friday - Jul 03, 2026

વાંકાનેરના કોઈપણ મેડિકલ ડિગ્રી વગર જન આરોગ્ય સાથે ચેડાં કરનાર ઉટવેદ ઝડપાયો

વાંકાનેરના કોઈપણ મેડિકલ ડિગ્રી વગર જન આરોગ્ય સાથે ચેડાં કરનાર ઉટવેદ ઝડપાયો

પોલીસે 3000ની દવા, ઇન્જેક્શન સહિતના મુદ્દામાલને કબ્જે કર્યો

વાંકાનેર : વાંકાનેર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન સીટી પોલીસે બાતમીને આધારે ગુલશન પાર્ક સોયાયટીમાં દરોડો પાડી કોઈપણ પ્રકારની ડીગ્રી વગર મનુષ્ય જિંદગી સાથે ચેડા કરી રહેલા ઝોલા છાપ બોગસ ડોક્ટરને ઝડપી લઈ દવા, ઇન્જેક્શન તેમજ અન્ય મેડિકલ સાધનો સાથે રાજસ્થાનના વતની શખ્સને ઝડપી લઈ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

વાંકાનેર સીટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, અહીંના ગુલાશન પાર્કમાં આરોપી જાકિરખાન બસીરખાન પઠાણ ઉ.40 રહે.હાલ ગુલશન પાર્ક, મૂળ રહે.ભટેડા તા. બનેડા જી.ભીલવાડા, રાજસ્થાન વાળો કોઈપણ પ્રકારની મેડિકલ ડીગ્રી વગર મનુષ્ય જિંદગી જોખમાય તે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે. ઉપરોક્ત બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી જાકિરખાન દર્દીઓની સારવાર કરતા મળી આવતા વાંકાનેર સીટી પોલીસે મેડિકલ પ્રેક્ટિસનર એકટ મુજબ ગુન્હો નોંધી દવા, ઇન્જેક્શન સહિતના મેડિકલ સાધનો મળી કુલ રૂ.3000નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.