મોરબી : મોરબી તાલુકાના રંગપર બેલા ગામ નજીક ડબલ સવારી એક્ટિવા મોટર સાયકલને પુરપાટ જતા આઇસર ટ્રકના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે એક્ટિવા પાછળ બેઠેલા વૃદ્ધને ઇજાઓ પહોંચી હતી.
ગત તા.30 જુનના રોજ રાત્રીના સમયે રંગપર બેલા નજીક જીજે - 36 - એએમ - 0979 નંબરનું એક્ટિવા લઈ ભુપેન્દ્રભાઈ ધનજીભાઈ ભંખોડીયા ઉ.વ.44 રહે.રોટરીનગર, લક્ષ્મીનગર અને દેવજીભાઈ બચુભાઇ સંઘણી ઉ.60 રહે.બેલા ગામ વાળાઓ જઈ રહ્યા હતા ત્યારે જીજે - 36 - વી - 0735 નંબરના આઇસર ટ્રક ચાલકે પુરપાટ ઝડપે પોતાનો ટ્રક ચલાવી એક્ટિવાને હડફેટે લેતા ભુપેન્દ્રભાઈનું ગંભીર ઇજાઓથી મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે પાછળ બેઠેલા દેવજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવ અંગે મૃતક ભુપેન્દ્રભાઈના ભાઈ મનસુખભાઇ ભંખોડીયા રહે.ભડિયાદ વાળાઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.