Saturday - Jul 04, 2026

ટંકારામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ૫૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો.

ટંકારામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ૫૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો.

'નારી તું નારાયણી' સૂત્રને સાર્થક કરતું પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ.

ટંકારા:'નારી તું નારાયણી, નારી તું સર્વ રક્ષતી' આ પવિત્ર અને પ્રાચીન સૂત્રને માત્ર શબ્દો પૂરતું સીમિત ન રાખતા, તેને સમાજમાં સાર્થક કરવાના ઉત્તમ હેતુ સાથે મોરબીના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. તાજેતરમાં ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે એક વિશાળ સર્વરોગ નિદાન અને મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૦૦થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો હતો.

ટંકારામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ૫૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો.

વિવિધ રોગોનું નિષ્ણાતો દ્વારા સચોટ નિદાન
આ મેગા મેડિકલ કેમ્પમાં ટંકારા સરસ્વતી શિશુ મંદિર પરિવારના સભ્યોએ પણ ઉત્સાહભેર સહભાગી થઈને સહયોગ પૂરો પાડ્યો હતો. આ કેમ્પમાં સ્ત્રી રોગ, એમ્બ્રિયોલોજીસ્ટ, ચામડી, વાળ, નખ, ડાયાબિટીસ, કાન-નાક-ગળું (ENT), બાળરોગ, આંખના રોગ, હાડકાના રોગ અને કેન્સર સહિતની ગંભીર બીમારીઓ તેમજ સામાન્ય તાવ, શરદી, ઉધરસ માટે નિષ્ણાત તબીબો દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી.

ટંકારામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ૫૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો.

તબીબોની ફોજ અને નિઃશુલ્ક સુવિધાઓ
આ કેમ્પને સફળ બનાવવા માટે નિષ્ણાત ડૉક્ટરોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં ડૉ. અંકિતા પટેલ, ડૉ. ભૂમિ જાકાસણીયા, ડૉ. કલ્પેશ રંગપરિયા, ડૉ. મયુર સદાતિયા, ડૉ. અક્ષય જાકાસણીયા, ડૉ. ઋષિ વાંસદડીયા, ડૉ. મેહુલ પનારા, ડૉ. ખંજન સરડવા, ડૉ. મેઘલ ગાજીપરા, ડૉ. અલકેશ પટેલ, ડૉ. નિધિ સુરાણી અને ડૉ. વસંતભાઈ કાસુન્દ્રાએ દર્દીઓની નિષ્ઠાપૂર્વક સેવા કરી હતી.

ટંકારામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ૫૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો.

આ ઉપરાંત, હેલ્થકેર લેબોરેટરી મોરબીના રાહુલ શિયાલ દ્વારા દર્દીઓ માટે હિમોગ્લોબીન, સુગર અને બ્લડ ગ્રુપના રિપોર્ટ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા. ડૉક્ટરોના નિદાન બાદ જરૂરિયાતમંદ દર્દીઓને પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
 
ટંકારામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ૫૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો.