Saturday - May 16, 2026

મોરબી જિલ્લાના ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો ઉચ્ચ ગુણવત્તા માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત

મોરબી જિલ્લાના ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો ઉચ્ચ ગુણવત્તા માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત

મોરબી : ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના ૮  આયુષ્માન આરોગ્ય મંદિરોને નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાના NQAS પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આરોગ્યની ઉચ્ચ ગુણવત્તાસભર સેવાઓ બદલ તેમજ આરોગ્ય સેવાઓની ગુણવતાની સાથે કાર્યક્ષમતાને કારણે આ આગવી સિદ્ધિ મળી છે.

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં વરડુસર, મહિકા, પાંચ દ્વારકા, ઢુવા-૦૨, કોઠી, જામસર, શેખરડી અને ખેરવા મળી કુલ ૦૮ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ જેવી માતૃત્વ સબંધિત સેવાઓ, બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટુંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ જેવી બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી, દર્દી કેન્દ્રિત સેવાઓની ઉપલબ્ધ્તાઓ, સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી સહિત જરૂરી તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી અનુસંધાને બંન્ને આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાના NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે.