Monday - Jul 06, 2026

મોરબીમાં શેરબજારના બહાને રૂ.48.14 લાખનું ચીટિંગ કરનાર ટોળકીના 4 સાગરીતો ગિરફ્તાર

મોરબીમાં શેરબજારના બહાને રૂ.48.14 લાખનું ચીટિંગ કરનાર ટોળકીના 4 સાગરીતો ગિરફ્તાર

મોરબી: મોરબી સાયબર ક્રાઇમ ટીમે મોટી સફળતા મેળવી છે. છેલ્લા લાંબા સમયથી સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણ કરાવવાની લલચામણી સ્કીમો આપીને લોકોને છેતરતી એક ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે.

ગઠીયાઓએ ફરિયાદીનો સંપર્ક સાધીને તેમને "Y96 SIG Customer service" નામના વોટ્સએપ ગ્રૂપમાં એડ કર્યા હતા અને મોટા આર્થિક ફાયદાની લાલચ આપી હતી. આ રીતે તેઓએ ફરિયાદી પાસેથી કુલ રૂ. 48,14,000/- નું સાયબર ફ્રોડ કર્યું હતું. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આઇ.ટી. એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
 

મોરબીમાં શેરબજારના બહાને રૂ.48.14 લાખનું ચીટિંગ કરનાર ટોળકીના 4 સાગરીતો ગિરફ્તાર

ટેક્નિકલ માહિતીના આધારે તપાસ કરીને પોલીસે રાહુલ હર્ષદભાઇ ચૌધરી, ખુશ નવીનભાઇ ભાલોડીયા, જયદિપ રામભાઇ લગારીયા અને શ્યામ કિશોરભાઇ રૂપાપરા નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે લોકોને ચેતવણી આપી છે કે સાયબર ગઠીયાઓ દ્વારા સોશિયલ મીડિયા પર બતાવવામાં આવતી શેરબજારમાં ટૂંકા સમયમાં મોટો ફાયદો કરાવવાની લોભામણી સ્કીમોમાં ન ફસાવું.