Tuesday - Jun 30, 2026

મોરબીમાં ગેસના ગોડાઉનમાંથી 30 ગેસના બાટલાની ચોરી થતા અનેક તર્ક વિતર્ક

મોરબીમાં ગેસના ગોડાઉનમાંથી 30 ગેસના બાટલાની ચોરી થતા અનેક તર્ક વિતર્ક

મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામની સીમમાં આવેલ ઇન્ડેન ગેસ એજન્સીના ગોડાઉનમાંથી બે દિવસ પૂર્વે તસ્કરો રાત્રીના સમયે ગોડાઉનના તાળા તોડી ગેસ ભરેલા 30 બાટલા ચોરી કરી જતા બનાવ અંગે ગેસ એજન્સીના સંચાલકે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબી ખાતે ફ્રીડમ ઇન્ડેન ગેસ એજન્સી ચલાવતા રજનીકાંતભાઈ લાલજીભાઇ મેરજાએ ઉ.56 રહે.રામનગર, શનાળા રોડ, મોરબી વાળાએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.27ના રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ ગેસ એજન્સીના ગોડાઉનનો દરવાજો તોડી ગોડાઉનમાં રહેલા 30 ગેસ ભરેલા બાટલા કિંમત રૂ.99000ની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.