Monday - Jun 29, 2026

મોરબીના રફાળેશ્વરમાં દુકાનમાંથી 100 કિલો કોપર વાયર, ટંકારાના ઘુનડામા કોપર વાયરની ચોરી

મોરબીના રફાળેશ્વરમાં દુકાનમાંથી 100 કિલો કોપર વાયર, ટંકારાના ઘુનડામા કોપર વાયરની ચોરી

મોરબી : મોરબી શહેર - જિલ્લામાં તસ્કરો કાળો કહેર વર્તાવી રહ્યા છે ત્યારે ચોરીની વધુ બે ઘટના સમયે આવી છે. જેમાં રફાળેશ્વર પોલીસ હેડકવાટર્સ નજીક એક મોટર રિવાઈન્ડિંગની દુકાન તેમજ ટંકારા તાલુકાના ઘુંનડા ગામની સીમમાંથી તસ્કરો કોપર વાયર સહિતની માલમતા ચોરી કરી જતા બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રથમ બનાવમાં મોરબીના રફાળેશ્વર નજીક પોલીસ હેડ કવાટર્સ પાસે આવેલ મેલડી કૃપા મોટર રિવાઇન્ડિંગની દુકાનમાં ગત તા.7 એપ્રિલના રોજ ફરિયાદી વિવેક મનસુખભાઇ ભલોડિયા રહે.નાની કેનાલ રોડ, મોરબી વાળાની દુકાનને નિશાન બનાવી પાંચ તસ્કરો મોઢે બુકાની બાંધી દુકાનમાંથી 100 કિલોગ્રામ કોપર વાયર, હાઇડ્રોલિક પુલર તેમજ બેરિંગના પાંચ કાર્ટૂન સહિત કુલ કિંમત રૂપિયા 1,42, 800ની ચોરી કરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે બીજા બનાવમાં ટંકારા તાલુકાના ઘુંનડા સજ્જનપર ગામની ઢબુકિયું તળાવમાંથી અજાણ્યા તસ્કરો ફરિયાદી મહેશભાઈ હિરજીભાઈ રંગપરિયા તેમજ અન્ય સાહેદોની મોટરનો દોઢસો ફૂટ લંબાઈનો અંદાજે 20 કિલોગ્રામ વજન જેટલો કોપર વાયર કિંમત રૂપિયા 6 હજારની ગઈકાલે ચોરી કરી જતા બન્ને ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.મહત્વનું છે કે, પોલીસ હેડ કવાટર્સ નજીક ચોરીની ઘટનામાં બે મહિના બાદ ફરિયાદ નોંધાઇ હોય તસ્કરો હાથ વેતમાં હોવાના સંકેતો મળી રહ્યા છે.