વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે ગત તા.26ના રોજ સાંજના સમયે ફરિયાદી કિશનભાઈ ધીરજભાઈ ગોરવાડિયા ઉ.વ.24 રહે.પેડક સોસાયટી, વાંકાનેર નામનો યુવક આરોપી સોયબની દુકાને નોનવેજ લેવા જતા આરોપી સોયબ તેમજ સાહિલ હાજીભાઈ તેમજ અજાણ્યા પાંચ ઈસમોએ ઝઘડો કરી કિશનભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરી નોનવેજ કાપવાના છરા વડે કપાળમાં ઇજા કરી સાહેદ નીતિનભાઈને પણ ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.