મોરબીની ગોઝારી ઝૂલતાપુલ દુર્ઘટનામાં કઈકના પરિવારના માળા વિખી બાકી બચેલા અસરગ્રસ્તોના જીવન ઝંઝાવાત સર્જી દીધો છે. આથી આ દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારોની આંખમાંથી હજુ પણ આંસુ સુકાયા નથી. ત્યારે કોઇપણ તહેવાર જેમાં હાલ રંગોત્સવ આવ્યો હોય તો પુલ દુર્ઘટનાએ છીનવી લીધેલા દિવગતોની સાથે અગાઉના વર્ષોમાં ભારે હેત પ્રીત સાથે રમેલી હોળી માણસ પટ ઉલર તાદ્રશ્ય થતા જ આખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગે છે. આવા પરિવારમાં હાલ રંગોત્સવના ઉમગના રંગની જગ્યાએ અસરગ્રસ્તો ગળે ડૂમો બાઝી જાય એવા અંધકારના રંગમાં ગરકાવ થઈ ગયા છે.
મોરબીના સોકરડી વિસ્તારમાં આવેલ વરિયા મંદિરની શેરી નંબર 11માં રહેતા વશરામભાઈ આલાભાઈ મકવાણાનો દીકરો મહેશ એના પુત્ર યુવરાજ ઉ.વ.10 અને તેના સગા મોટાભાગના નાના દીકરાને લઈને ગત દિવાળી પછી ઝૂલતાપુલ ઉલર ફરવા ગયા ત્યારે પુલ તૂટી પડતા મહેશભાઈ અને તેમનો દીકરો તેમજ તેમના મોટાભાગનો દીકરો એમ ત્રણના મોત થતા આજે આ દુર્ઘટનાને દોઢ વર્ષ થવા છતાં હજુ આ પરિવાર ખુશીઓ છિન્નભિન્ન થઈ ગઈ છે. જેમાં ભાઈ અને પિતાને ગુમાવનાર 14 વર્ષીય પુત્રી વંદના મકવાણાએ કહ્યું હતું કે, અમે ચારેય ભાઈ બહેનો દરેક હોળી ધુળેટીએ એકસાથે કલર લેવા જઈ અને એકબીજા ઉપર હેતથી ઉડાડી અને ખાસ આ ચારેય ભાઈ બહેનો એકદમ સ્નેહની એકબીજાના ગાલ ઉપર રંગ લગાવે ત્યારે નિર્દોષ હસી મજાકની વાત જ કંઈક અલગ રહેતી અત્યારે હવે અમે બન્ને બહેનો દુખિયારી બની હોય એમ આ વખતે ભાઈઓ વગર હોળી જ નહીં રમીએ એવો નિર્ણય લીધો છે.
જ્યારે સોનલબેન ગઢવી કહે છે. મારી બહેનની દીકરી એટલે આયબા ગઢવી ઉ.વ.12 તેના પરિવારમાં સાત ખોટની એક દીકરી હતી. એટલે આખા ગઢવી પરિવારમાં સાત બહેનો વચ્ચે એક જ દીકરી હોવાથી આખો ગઢવી પરિવાર આ દીકરી ઉપર ભારે લાડ અને પ્રેમ વરસાવતો પણ કુદરતને કઈક અલગ જ મંજુર હોય એ પ્રમાણે આ દીકરી બા અને તેનો નાનો ભાઈ દિવ્યાંશુ ગઢવી અને માતા એમ ત્રણ લોકો એ દિવસે ઝૂલતાપુલ ઉપર ફરવા ગયા ત્યારે પુલ તૂટી પડતા આ ત્રણેય પણ નદીમાં પડવા લાવતા કેમેય કરીને માતા અને પુત્ર બચી ગયા પણ દીકરી ન બચાવી શક્યા એટલે દરેક તહેવારે સાતેય ભાઈઓને એની આ લાડકી બહેનની સતત યાદ સતાવે છે અને અગાઉના વર્ષોમાં એ સ્નેહાળ બહેન સાથે રમરલી હોળી યાદ આવતા જ એનો નાનો ભાઈ સહિત આ સાત ભાઈઓની આંખના ખૂણા ભીના થઈ જાય છે