મોરબી :મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ ઝીલટોપ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા બીજેન્દ્રસિંહ નારાયણસિંહ ઉ.વ.23 નામના શ્રમિક યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.