Thursday - Jul 09, 2026

મોરબીમાં ભારત વિકાસ પરિષદ અને IMAના દ્વારા 110 વિદ્યાર્થીઓનું ફ્રીમાં હિમોગ્લોબિન તથા બ્લડ ગ્રુપ ચેકઅપ

મોરબીમાં ભારત વિકાસ પરિષદ અને IMAના દ્વારા 110 વિદ્યાર્થીઓનું ફ્રીમાં હિમોગ્લોબિન તથા બ્લડ ગ્રુપ ચેકઅપ

મોરબી : ભારત વિકાસ પરિષદ, મોરબી શાખા તથા IMA (Indian Medical Association)ના સંયુક્ત ઉપક્રમે સભારા વાડી પ્રાથમિક વિદ્યાલય, શનાળા ધુનડા રોડ, મોરબી ખાતે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સહભાગીતા પાંખ દ્વારા આયોજિત આ શિબિરમાં કુલ 110 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો.

શિબિરમાં વિદ્યાર્થીઓના હિમોગ્લોબિન અને બ્લડ ગ્રુપની તપાસ કરવામાં આવી હતી. ડૉ. વિપુલ કાવર (ન્યુટેક ડાયગ્નોસ્ટિક લેબોરેટરી) અને તેમની ટીમ દ્વારા બ્લડ સેમ્પલ એકત્રિત કરી તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ તમામ વિદ્યાર્થીઓને રિપોર્ટ આપવામાં આવશે તથા જેમના રિપોર્ટમાં હિમોગ્લોબિનની ઉણપ જણાશે તેમને નિઃશુલ્ક આયર્નની દવાઓ પણ આપવામાં આવશે.
 
મોરબીમાં ભારત વિકાસ પરિષદ અને IMAના દ્વારા 110 વિદ્યાર્થીઓનું ફ્રીમાં હિમોગ્લોબિન તથા બ્લડ ગ્રુપ ચેકઅપ

આ શિબિરમાં ડૉ. જયેશ પનારા, ડૉ. ચિરાગ અઘારા અને ડૉ. વિપુલ કાવર દ્વારા નિઃશુલ્ક તબીબી સેવા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલી આ શિબિરને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. શિબિરના આયોજનમાં ન્યુટેક ડાયગ્નોસ્ટિક લેબોરેટરીના ડૉ. વિપુલ કાવર તરફથી આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થયો હતો.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ, મોરબી શાખાના અધ્યક્ષ ચિરાગભાઈ હોથી, સચિવ વિશાલભાઈ બરાસરા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અંતે આયોજકોએ તમામ તબીબો, સહયોગીઓ, શાળા પરિવાર તથા સેવાભાવીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મોરબીમાં ભારત વિકાસ પરિષદ અને IMAના દ્વારા 110 વિદ્યાર્થીઓનું ફ્રીમાં હિમોગ્લોબિન તથા બ્લડ ગ્રુપ ચેકઅપ