Thursday - Jun 20, 2024

યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

ઈમરજન્સી એટલે યુવા શક્તિ જાણીતુ યુવા શક્તિ ગ્રુપ મોરબી ના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબી ની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં ૩૬૫ દિવસ બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે
   ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કપિલભાઈ દ્વારા બ્લડ બેંકમા બ્લડની જરૂરિયાત જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક ૨૦ થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી કે‌ જેથી કોઈ દર્દી કે દર્દીના પરિજનો ને બ્લડની જરૂરિયાત માટે અગવડતા ઉભી ના થાય તેમજ‌ કોઈપણ બ્લડ ગ્રુપ ની ઈમરજન્સી જરૂરિયાત સમયે તથા મહાદાન રુપી રક્તદાન ની અવિરતપણે ચાલતી સેવાકાર્ય મા જોડાવવા માટે ગ્રુપ ના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા ગ્રુપ ના મેન્ટોર પિયુષ ભાઈ બોપલીયા ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.