મોરબી : મોરબી તાલુકાના જોધપર નદી ગામે માવતર ધરાવતા અને જામનગરના દળીયા ગામે સાસરું ધરાવતા આરતીબેન વિરમભાઈ કમોયા ઉ.વ.31 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર માવતરના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.