Friday - Oct 02, 2026

મોરબીમાં ટાઇલ્સ ઉપડવાનું ફોર કલેપ મશીન પલ્ટી જવાથી દબાઈ જતા શ્રમિકનું કરુણ મોત

મોરબીમાં ટાઇલ્સ ઉપડવાનું ફોર કલેપ મશીન પલ્ટી જવાથી દબાઈ જતા શ્રમિકનું કરુણ મોત

મોરબી : મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ પર આવેલ સિમ્પોલો સિરામિક કારખાનામાં વેરહાઉસમાં ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા ઉત્તરપ્રદેશના મથુરાના વતની ઘનશ્યામ મદનમોહન ઉ.વ.23 કામ કરતા કરતા હતા ત્યારે ગત તા.12 એપ્રિલના રોજ ટાઇલ્સ ઉપડવાનું ફોર કલેપ મશીન પલ્ટી મારી જતા ઘનશ્યામ મશીન નીચે દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.