રાજકોટથી માનસ હનુમાનજી મંદિરે દર્શન કરી પરત ફરતી વખતે મોરબી કચ્છ હાઇવે પર સર્જાયો અકસ્માત
મોરબી : રાજકોટથી સામખીયારી નજીક આવેલ માનસ હનુમાનજી મંદિર ખાતે દર્શન માટે યાત્રાળુઓને લઈ આવેલ બસ પરત રાજકોટ જતી હતી ત્યારે માળીયા મિયાણાના સુરજબારી પુલ પાસે બસ બંધ પડેલા ટ્રક પાછળ અથડાતા આ અકસ્માતમાં રાજકોટના યુવકને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા એક આંખની રોશની ગુમાવી પડી હતી .સાથે જ અન્ય એક યુવકને પણ ગંભીર ઇજાઓ થઇ હોવાનું સામે આવ્યુ છે.
મોરબી - કચ્છ હાઇવે પર સુરજબારી પુલથી માળીયા તરફ દેવસોલ્ટ સામે જીજે - 03 - 9980 નંબરની જાનકી ટ્રાવેલ્સની બસ હાઇવે પર બંધ હાલતમાં પડેલા ટ્રક નંબર જીજે - 37 - ટી - 1545 સાથે અથડાતા બસમાં મુસાફરી કરી રહેલા રાજકોટના જયભાઈ અરવિંદભાઈ હદવાણી ઉ.વ. 27ને મોઢાના ભાગે ઝડબમાં ફ્રેક્ચર થતા પ્રથમ સામખીયારી બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ઝડબામાં ફ્રેક્ચર થયાની સાથે એક આંખની રોશની ગુમાવવી પડી હતી..આ ઉપરાંત બસમાં મુસાફરી કરી રહેલા હરવીજયસિંહ ગોહિલને પણ વાસાના ભાગે તેમજ આંખના ભાગે ઇજા પહોંચી હતી.
અકસ્માતના આ બનાવમાં ઇજાગ્રસ્ત જયભાઈના ભાઈ નિરજભાઈ હદવાણી રહે.રાજકોટ વાળાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં જાહેર કર્યું હતું કે, ગત તા.11ના રોજ તેમના ભાઈ જયભાઈ જાનકી ટ્રાવેલ્સની અલગ અલગ ચાર બસ માનસ હનુમાનજીની યાત્રા માટે નીકળી હોય દર્શન કરવા ગયા હતા અને બસમાં પરત ફરતા હતા ત્યારે રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના આ બનાવમાં બેદરકારીથી બસ ચલાવનાર બસ ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.