ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા શંકરભાઇ પોલાભાઈ રાણા ઉ.વ.36 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આપઘાતના આ બનાવમાં પોલીસ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.