મોરબીના લાલપર ગામે આવેલા રામજી મંદિરના ચોકમાં કેશવજીભાઈ ભવાનભાઈ બરાસરા, દીપકભાઈ કેશવજીભાઈ બરાસરા, વિપુલભાઈ કેશવજીભાઈ બરાસરા દ્વારા આગામી તા.21 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી દરરોજ બપોરે 2થી6-30 દરમિયાન પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કથાકર નીતિનભાઈ જોશી ભગવાત કથાનું રસપાન કરાવશે.
ભાગવત કથા દરમિયાન દરરોજ રાત્રે ધુન ભજન, લોક સાહિત્યવાણી સહિતના ભક્તિસભર કાર્યક્રમો યોજાશે. જેમાં આરાધક છગનભાઈ ભગત, ધુન આરાધક અજયભાઈ પ્રજાપતિ, ઢોલક વાદક સતીષગિરી ગૌસ્વામી, ભજનિક રાજ ગઢવી, લોકગાયિકા ભૂમિબેન આહીર, માંબાપને ભૂલશો નહીંનું નાટક જામજોધપુરવાળા, ભજનિક ગોપાલભાઈ સાધુ, સાગરદાન ગઢવી, અલ્પાબેન પટેલ સહિતના કલાકારો ધુન ભજનો, અને લોકસાહિત્યની રમઝટ બોલાવશે. ભાગવત કથા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. આથી આ ભાગવત કથસનો ભાવિક ભક્તોને લાભ લેવા બરાસરા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.