મોરબી : મોરબી જલારામ ધામ ખાતે નરેન્દ્રભાઈ ચીમનલાલ પુજારા પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૨૦૧ દર્દીઓએ લાભ લીધો હતો. જ્યારે અત્યાર સુધીના ૫૦ કેમ્પ માં કુલ ૧૪૦૯૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત આજે વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૨૦૨ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત ૧૦૩ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ખાતે ગત ૪૯ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ ૧૩૮૯૭ લોકોએ લાભ લીધો છે તેમજ કુલ ૬૨૯૭ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૨૦૧ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૦૩ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.