Wednesday - Nov 05, 2025

મોરબીના મકનસર નજીક મોબાઈલ ટાવરમાંથી બે દિવસમાં 114 બેટરીની ચોરી

મોરબીના મકનસર નજીક મોબાઈલ ટાવરમાંથી બે દિવસમાં 114 બેટરીની ચોરી

મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામ નજીક આવેલ પાંજરાપોળની જગ્યામાં લગાવવામાં આવેલ અલગ અલગ મોબાઈલ ટાવરમાંથી અજાણ્યા શખ્સોએ બે દિવસમાં 114 બેટરીની ચોરી કરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી તાલુકાના મકનસર ગામે પાંજરાપોળની જગ્યા તેમજ બીજી અલગ અલગ જગ્યામાં લગાવવામાં આવેલ ઈન્ડુઝ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ગત તા.1 નવેમ્બરથી 3 નવેમ્બર દરમિયાન અજાણ્યા તસ્કરો એક્સાઇડ અને અમરરાજા બ્રાન્ડની 114 બેટરી ચોરી કરી જતા કુલ રૂપિયા 57 હજારની ચોરી અંગે ટાવર કંપનીના કર્મચારી રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા રહે.ગાયત્રીનગર, વાવડી રોડ, મોરબી વાળાઓએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીના આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.