મોરબી : મોરબીના ઘુંટુ નજીક આજે વહેલી સવારે એક બસને અકસ્માત નડ્યો હતો. છોટાઉદેપુર ડેપોની બસ જે ટંકારા જઈ રહી હતી. સવારે 5:30 વાગ્યાના અરસામાં સામેથી વાહન આવતા ખાડાના કારણે આ બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કંડકટરને પગમાં ઇજા પહોંચી છે. બીજી તરફ બસને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.