મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ શ્રીરામ પેકેજીંગ કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા અજિતકુમાર કૃષ્ણદેવ યાદવ ઉ.વ.28 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.