Saturday - May 16, 2026

માળીયાના ભાવપર ગામના રેલવે ફાટક પાસે ટ્રેનની ઠોકરે યુવાનનું કરુણ મોત

માળીયાના ભાવપર ગામના રેલવે ફાટક પાસે ટ્રેનની ઠોકરે યુવાનનું કરુણ મોત

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ભાવપર ગામના રેલવે ફાટક પાસે ગત તા.14ના રોજ સાંજના સમયે રમેશભાઈ બચુભાઇ ચાવડા ઉ.47 નામનો યુવાન ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની પ્રાથમિક પોલીસ તપાસમાં મૃતક છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમાર હોવાનું સામે આવ્યું છે. હાલ આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.