મોરબી : આઇપીએલ ક્રિકેટ મેચની પુર્ણાહુતીના સમયગાળામાં મોરબી તાલુકા પોલીસે સટ્ટાબાજી કરતા તત્વો પર નજર રાખવાનું શરૂ કર્યું છે તેવામાં ગઈકાલે મોરબી - હળવદ હાઇવે પર એક હોટલ પાસે જાહેરમાં ઓનલાઈન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા આરોપીને ઝડપી લઈ રોકડ તેમજ મોબાઈલ ફોન કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી - હળવદ હાઇવે પર રાજધણી હોટલ પાસે મોબાઈલ ફોન પર ઓનલાઈન આઇડી મેળવી આઇપીએલ ક્રિકેટમેચ પર સટ્ટો રમતા આરોપી અશોકભાઈ હીરાભાઈ જોશી ઉ.29 રહે.સરતાનપર રોડ, કમાન્ડર કારખાનાની ઓરડી વાળાને ઝડપી લઈ ચેક કરતા આરોપી એનએનએસ નામની આઇડી પર ક્રિકેટનો સટ્ટો રમતો હોવાનું ખુલ્યું હતું.પોલીસે આરોપીના કબ્જામાંથી રોકડા રૂપિયા 10,210 કબ્જે કરી રૂ.5 હજારનો મોબાઈલ પણ કબ્જે લઈ કુલ રૂ.15,210નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.