Wednesday - Jul 01, 2026

માળીયાના ખાખરેચીમાં પ્રેમલગ્નનથી નારાજ યુવતીના પરિવારજનો યુવકના ઘરમાં ઘુસી તોડફોડ કરી આગ ચાંપી દીધી

માળીયાના ખાખરેચીમાં પ્રેમલગ્નનથી નારાજ યુવતીના પરિવારજનો યુવકના ઘરમાં ઘુસી તોડફોડ કરી આગ ચાંપી દીધી

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા એક પરિવારના યુવકે મુસ્લિમ પરિવારની દીકરી સાથે પ્રેમલગ્ન કરી લેતા યુવતીના પિતા, માતા અને બહેને યુવકના પિતાના ઘરમાં ઘુસી કુહાડી ત્રિકમ વડે ઘરમાં તોડફોડ કરી ઘરમાં આગ લગાવી એક લાખનું નુકશાન કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામના વતની અને હાલમાં હળવદ તાલુકાના શિરોઇ ગામે ખેતમજૂરી કરતા નરેશભાઈ પ્રભુભાઈ ઉંચાણા ઉ.42 નામના યુવકે આરોપી ઓસમાણ અલ્લારખાભાઈ મોકરસી, અમીનાબેન ઓસમાણભાઈ મોકરસી અને આરોપી માહેનુર ઓસમાણભાઈ મોકરસી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના ભત્રીજાએ આરોપી ઓસમાણભાઈની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલા હોવાથી આરોપીઓએ પ્રેમલગ્નનો ખાર રાખી ફરિયાદીના ભાઈ નવઘણભાઈના ઘરમાં ઘુસી ત્રિકમ અને કુહાડી વડે તોડફોડ કરી બાદમાં ઘરમાં આગ લગાવી દેતા એક લાખનું નુકશાન પહોચાડ્યું હતું. આ ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.