Saturday - May 16, 2026

મોરબીમાં પશુઓને લાકડી અને લોખંડના પાઇપ વડે ફટકારીને ક્રૂરતા આચરતા શખ્સને ટપારતા આર્મી વેટરનને ધમકી

મોરબીમાં પશુઓને લાકડી અને લોખંડના પાઇપ વડે ફટકારીને ક્રૂરતા આચરતા શખ્સને ટપારતા આર્મી વેટરનને ધમકી

મોરબી : મોરબી શહેરમાં અબોલ પશુઓ પર અત્યાચાર ગુજારવાની અને તેને રોકવા જતા આર્મી જવાનને ધમકી આપવાની ઘટના સામે આવી છે. શહેરની મોચી શેરીમાં રહેતા એક આર્મી વેટરન દ્વારા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

મોરબીની મોચી શેરીમાં રહેતા 57 વર્ષીય આર્મી વેટરન ચેતન ભગવાનજી સોલંકીએ તે જ શેરીમાં રહેતા શખ્સ વિરુદ્ધ અરજી આપી છે. ચેતન સોલંકીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, આરોપી અવારનવાર શેરીમાં રહેતા ગાય અને કુતરાઓને લાકડી અને લોખંડના પાઇપ વડે ફટકારીને ક્રૂરતા આચરે છે. આ મામલે તારીખ 15/05/2026 ના રોજ રાત્રે 08:15 વાગ્યાની આસપાસ જ્યારે ચેતન સોલંકીએ આરોપીને અબોલ પશુઓને માર મારવાની ના પાડી, ત્યારે આરોપીએ ગમેતેમ ગાળો બોલીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ આર્મી વેટરન ચેતન સોલંકીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી આપીને આરોપી વિરુદ્ધ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા માંગ કરી છે. પોલીસે અરજી સ્વીકારીને વધુ તપાસ હાથ ધરી છે.