મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ખંડણી, છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપીને એલસીબીની ટીમે વાંકાનેરના ચંદ્રપુર પાસેથી ઝડપી પાડ્યો છે.
HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રાને સંયુક્તમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં 0238 / 26 બી.એન.એસ કલમ 308(4), 316 (બ4), 318(4), 351(3) તથા જી.પી.એક્ટ કલમ 135 વિ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી ઇરફાનભાઇ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઇ સમા / સંધી, (ઉં.વ.34, રહે. ચંદ્રપુર ગેલેક્સી સ્કુલ પાસે ગેલેક્સી પાર્ક વાંકાનેર ) હાલ પોતાના રહેણાંક મકાને હાજર છે. પોલીસ સ્ટાફે તે જગ્યાએ જઇ તપાસ કરતા, આરોપી ઇરફાનભાઇ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઇ સમા તે જગ્યાએથી મળી આવતા તેને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.