Sunday - May 03, 2026

મોરબીની મેડિકલ કોલેજના ડીને સિક્યોરિટી સુપરવાઈઝરની નોકરીનો ઓર્ડર ન સ્વીકારતા યુવાને ફીનાઇલ પીધું

મોરબીની મેડિકલ કોલેજના ડીને સિક્યોરિટી સુપરવાઈઝરની નોકરીનો ઓર્ડર ન સ્વીકારતા યુવાને ફીનાઇલ પીધું

મોરબી : મોરબીની જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં ખાનગી કંપનીમાંથી સિક્યોરિટી સુપરવાઈઝર તરીકે નિમણૂકપત્ર મેળવનાર યુવાનને કોલેજના ડીન અને અન્ય એક ડોક્ટરે યુવકનો ઓર્ડર ન સ્વીકારી નોકરી પર હાજર ન કરતા આ યુવકે મેડિકલ કોલેજના મેદાનમાં જ ફીનાઇલ ગટગટાવી લેતા દોડધામ થઈ પડી હતી.બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

મોરબીના રોહિદાસપરામાં રહેતા વિનોદભાઈ કિશોરભાઈ પંચોલી ઉ.22 નામના યુવકને જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં સિક્યોરિટી સુપરવાઈઝર તરીકે ખાનગી સિક્યોરિટી એજન્સી જી.ડી.અજમેરા કંપનીમાંથી નોકરીનો ઓર્ડર મળતા યુવક નોકરી પર હાજર થવા ગયો હતો.જો કે, કોલેજના ડીન ડો.સંજય વિકાણી અને અન્ય ડોકટર હિરેન સંઘાણીએ વિનોદભાઈનો ઓર્ડર સ્વીકારીને નોકરી પર ન રાખતા વિનોદભાઈને લાગી આવતા બહારથી ફીનાઇલ લાવી અડધી બોટલ ફીનાઇલ કોલેજના મેદાનમાં ગટગટાવી લેતા બનાવ અંગે પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે.