49 મિલકત ધારકોને વેરા બદલ વોરંટ બજવણી કરાઈ
મોરબી મનપા વિસ્તારમાં 11 ક્લસ્ટર ઓફિસમાં ટેક્સ ભરપાઈ કરી શકાશે, ટેક્સ નહીં ભરનારની મિલકત થશે સીલ
મોરબી : મોરબી મહાનગરપાલિકાને ટેક્સ કલેક્શન દ્વારા વર્ષ 2025-26 માં હાઉસ ટેક્સ શાખામાં વિવિધ પ્રકારના ટેક્સના ઉઘરાણા થી મહાનગરપાલિકાની તિજોરી અનેક ગણી આવક થવા પામી છે. રૂ. 20,83,08,769-/ ની આવક શહેરી વિસ્તારમાંથી ટેક્સ કલેક્શન દ્વારા થઈ છે. 1,99,61,399-/ ની ગ્રામ્ય વિસ્તામાંથી ટેક્સ કલેક્શનની આવક થઈ છે. અને પ્રોફેશનલ ટેક્સનું EC રૂ. 56,00,690-/ આવક તથા RC 1,84,06,461 આવક થવા પામી છે.
મોરબી મહાનગર પાલિકાની ટેક્સ શાખા દ્વારા હાલ મહાનગર પાલિકાના હદ વિસ્તરમાં સમાવેશ થતી મિલકતનું બાકી લેણું હોય તેવા અરજદારોને વોરંટ બજવણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 49 મિલકત આસામીઓને મિલકત વેરા શાખા દ્વારા વોરંટ બજવણી કરવામાં આવી છે, આગામી સમયમાં મોરબી મહાનગર પાલિકા દ્વારા જે મિલકત આસામીઓ દ્વારા ટેક્સની ભરપાઈ કરવામાં નથી આવી તેમની મિલકતની સીલિંગ કામગીરી હાથ ધરવાની શરૂ કરવામાં આવનાર છે.
વેરો ભરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અજદાર દ્વારા ઓનલાઈન વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશનથી વેરો ભરવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાય વેરો સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્વારા હાલે કુલ 11 કલસ્ટર ઓફિસમાં ટેકસ ભરપાઈ કરવામાં આવશે.
આ 11 ક્લસ્ટરની વાત કરીએ તો, કલસ્ટર-1 (નાની વાવડી પંચાયત), કલસ્ટર-2 (અમરેલી પંચાયત), કલસ્ટર-૩ (મહેન્દ્રનગર પંચાયત), કલસ્ટર- 4 (ભડીયાદ પંચાયત), કલસ્ટર-5 (ત્રાજપર પંચાયત), કલસ્ટર-6 (ગ્રીનચોક લાઈબ્રેરી), કલસ્ટર-7 (વિશ્વકર્મા બાલ મંદિર, વાંકાનેર દરવાજા પાસે), કલસ્ટર-9 (શનાળા ગ્રામપંચાયત), કલસ્ટર-10 (રવાપર ગ્રામ પંચાયત), કલસ્ટર-11 (લીલાપર ગ્રામ પંચાયત) ઓફિસમાં સવારે 10:30 થી સાંજના 04:00 કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે. તેમજ હાલે મહાનગરપાલિકામાં રૂમ નં-9માં POS મશીન દ્વારા અરજદારનો મિલકતવેરો લેવાનો શરૂ કરવામાં આવ્યો છે. જેની મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવી છે. તેમજ હાલે ટેકસ શાખા દ્વારા 1200 જેટલા બાકીદારને માંગણા નોટીસ આપવાની કામગીરી શરૂ હોય ટૂંક સમયમાં વોરંટ ટેકસ શાખા દ્વારા વોરંટ બજવણી કરી વેરો ન ભરનાર મિલકત ધારકની મિલકત સીલ કરવામાં આવશે.
મહાનગરપાલિકાની mmcgujarat.In/ વેબસાઈટમાંથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન Play Store પર જઈ Morbi Municlpol Corporation લખતા મોરબી મહાનગરપાલિકાના લોગો વાળી એપ્લીકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટીટેકસ અને વ્યવસાય વેરોમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકતવેરો અને વ્યવસાયવેરો ઓનલાઈન સરળતાથી ભરી શકાશે. હાલે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા બહોળા પ્રમાણમાં અરજદારી એ પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાહેર અપીલથી જાણ કરવામાં આવી છે.