Friday - Oct 02, 2026

ટંકારાના કારખાનામાં કામ કરતી વખતે માથામાં ઇજાઓ થવાથી યુવાનનું મોત

ટંકારાના કારખાનામાં કામ કરતી વખતે માથામાં ઇજાઓ થવાથી યુવાનનું મોત

મોરબી : ટંકારા શહેરના લતીપર રોડ પર આવેલ શ્યામ કેટલ ફીડ ફેકટરીમાં કામ કરતા મૂળ મહેસાણા જિલ્લાના વતની રોહિતભાઈ ભરતજી ઠાકોર ઉ.વ.40 નામના શ્રમિક યુવકને ફેકટરીમાં કામ કરતા સમયે માથાના ભાગે ઇજાઓ થતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.