Thursday - Sep 03, 2026

મોરબીના ઘુંટુ રોડ નજીક નદીમાં ડુબી જવાથી યુવાનનું મોત

મોરબીના ઘુંટુ રોડ નજીક નદીમાં ડુબી જવાથી યુવાનનું મોત

મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર નદીના પુલ પાસે બેઠેલ યુવાન નદીના પાણીમાં પડી ગયો હતો જેથી ડુબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. સીટી બી-ડીવીઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ મોરબીઆ Lઘુંટુ રોડ ઉપર સિરામીકના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો ગલુભાઇ બોલમાલી ગોપે (ઉ.વ. 28, રહે. ઝારખંડ) નામનો યુવાન સાંજે છએક વાગ્યે ઘુંટુ રોડ ઉપર નદીના પુલ પાસે બેઠો હતો. ત્યારે કોઇ કારણસર નદીના પાણીમાં પડી ગયો હતો. જેથી ડુબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. મૃતદેહ પીએમ માટે સિવિલે ખસેડાયો હતો. જેને પગલે બી-ડીવીઝનના એ.એમ. ઝાપડીયાએ નોંધ કરી તપાસ કરી હતી.