મોરબી આરબી ન્યૂઝની તહેવારોમાં લોકોના આરોગ્યના રક્ષણ માટે કેવી કાર્યવાહી કરવી તેની મુહિમમાં શિક્ષિત પ્રબુદ્ધજનોએ મનપાના ફૂડ વિભાગ અને જિલ્લા ફૂડ તંત્રને મીઠાઈ- ફરસાણમાં ચેકિંગ કરી કસૂરવારને સજા આપવાનો એકીસુરે અવાજ ઉઠાવ્યો
R B ન્યુઝ, સ્પેશ્યલ હેલ્થ બુલેટિન બાય ફાઉન્ડર રવિ બરાસરા : મોરબીમાં સાતમ આઠમના તહેવારોની શ્રુખલા શરૂ થઈ છે. એટલર મીઠાઈ ફરસાણ સહિતની ખાણીપીણી વસ્તુઓનો તડકો પડી જશે. જેમાં નફાની લાલચે કમાણી માટે અમુક લાલચુ વેપારીઓ ભેળસેળ કરીને જન આરોગ્ય સાથે ચેડાં કરતા હોવા છતાં ફૂડ વિભાગ ઘણીવાર ફરિયાદની રાહ જોતું હોય કે, કદાચ ચેકિંગ કરીને નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલે અને એનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો લોકો ભેળસેળીયો આહાર ખાઈને હોસ્પિટલમાં પહોંચી ગયા હોય છે. આથી આ વખતે પાણી પહેલા પાળ બાંધવા અંગે આરબી ન્યૂઝે તહેવારમાં તંત્રને જાગૃત કરવા ખાસ મુહિમ ચલાવી હતી. જેમાં શહેરના શિક્ષિતો અને પ્રબુદ્ધજનોએ ખાસ કરીને નવ શિક્ષિત યુવાનોએ જન આરોગ્યના હિતનો ગંભીર મુદ્દો.હોય ત્યારે ફરિયાદની થોડી રાહ જોવાય ? ફૂડ વિભાગ પાસે સત્તા હોય એ સત્તાથી લોકોના આરોગ્યના હિતમાં કામ કરી શહેરની તમામ ખાણીપીણી ચીજો ઉપર ત્રાટકી સ્થળ.પર પરીક્ષણ કરી નમૂના ફેઈલ થાય તો દંડનીય કાર્યવાહી નહિ પણ કાયદાકીય રાહે કડક હાથે કામ લેવું જોઈએ. જેથી ભવિષ્યમાં જન આરોગ્ય સાથે ચેડાં કરવાનું સ્વપ્નેય પણ ન વિચારે તેવો એકીસુરે આવાજ ઉઠાવ્યો છે.
તહેવારોમાં લોકોને સ્વસ્થપદ આહાર મળે તેની ફૂડ વિભાગની જવાબદારી
સાતમ આઠમના તહેવારોમાં નાના હોય કે મોટા દરેક વર્ગના લોકો ખાસ કરીને પરંપરા મુજબ શહેરની દુકાનોમાં મીઠાઈ અને ફરસાણ સહિતની વસ્તુઓ ખરીદી આરોગે છે.જો કે લોકો તો વિશ્વાસ મૂકીને પુરા પૈસા દઈને વસ્તુ ખરીદે છે. છતાં પણ શુદ્ધ અને શુદ્ધ સ્વસ્થપ્રદ ખોરાક મળતો નથી. જો કે સામાન્ય લોકોની એવી ક્ષમતા પણ હોતી નથી કે કયો ખોરાક ખવાલાયક છે અને કયો ખવાલાયક નથી. એ ચકસે. તેથી લોકોને બીમારીઓથી બચાવવા તંત્રને તહેવારો વખતે શુદ્ધ આહાર અપાવવા માટે બનતી તમામ કાર્યવાહી કરવી જોઈએ
- મુકેશભાઈ ચાવડા, જાગૃત યુવાન
અમારા જમાનામાં બહુ ઓછાને બીમારી થતી
આજથી 30 વર્ષ પહેલાં અમારા જમાનામાં સાતમ આઠમના તહેવારોમાં અમે જાતે જ આખા પરિવારજનો સાથે મળી શુદ્ધ ઘી સાથેના ચૂરમાના લાડુ, મોહનથાળ,વિવિધ મીઠાઈ અને તમામ જાતના ફરસાણ બનાવતા એ ઘણા દિવસો ચાલે એટલી મીઠાઈ ફરસાણ હોય અને લાંબો સમય સુધી રોજ ખાવા છતાં કોઈ બીમાર જ ન પડતું. કદાચ કોઈ બીમાર પડતું તો આવી સામાન્ય બીમારીઓ તો ડોકટર પાસે ગયા વગર ઠીક થઈ જતી પણ આજે ચિત્ર બદલાયું છે. હવે બધા દુકાનોમાંથી ફરસાણ મીઠાઈ ખરીદે છે. પરિણામે ડોક્ટરોને સિઝન ખુલે છે.
રાજેશભાઈ વાઘડિયા, સિનિયર સીટીઝન
સમયસર શુદ્ધતાની ચકાસણી થશે તો ગુણવત્તાયુક્ત ચીજો મળશે
સાતમ-આઠમના તહેવારોમાં બાળકો અને પરિવારના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ વિભાગ મીઠાઈ-ફરસાણની દુકાનોમાં અગાઉથી જ સઘન ચેકિંગ કરે તે જરૂરી છે. જો સમયસર શુદ્ધતાની ચકાસણી થશે તો લોકોને ગુણવત્તાયુક્ત ચીજો મળશે અને તહેવાર પછી ફેલાતો રોગચાળો પણ અટકશે.
- ભૂમિ હિતેશભાઈ દેત્રોજા શિક્ષિત ગૃહિણી
ફરિયાદ વગર ફૂડ વિભાગે કડક એક્શન લેવા જોઈએ
સાતમ-આઠમના દિવસોમાં બજારમાં મીઠાઈ-ફરસાણનો વપરાશ ખૂબ વધી જાય છે, ત્યારે જૂના કે નબળી ગુણવત્તાવાળા તેલ અને માવાનો ઉપયોગ અટકાવવો જરૂરી છે. ફૂડ વિભાગે માત્ર ફરિયાદોની રાહ જોયા વગર અત્યારથી જ તમામ નાના-મોટા વિક્રેતાઓને ત્યાં ત્રાટકી સ્થળ પર જ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવી જોઈએ. જો તંત્ર સમયસર કડક પગલાં લેશે તો તહેવાર પછી ઘર-ઘરમાં થતી હોસ્પિટલની દોડધામ અને બીમારીઓથી બચી શકાશે.
- ઉર્વીબેન મનોજભાઈ ઉધરેજા, શિક્ષિત ગૃહિણી
સ્વાસ્થ્ય સાથે ચેડાં કોઈ કાળે ન પરવડે
સાતમ આઠમના તહેવારોમાં ઘણી એવી બહારની ચીજો ખાવાથી બીમારીઓ ફેલાય છે. તહેવારોમાં મીઠાઈ ફરસાણ આદિ વસ્તુઓ ખાધી અને એમા ગુણવત્તા નહોય એટલે લોકોને કોઈને બીમારીઓનો ભોગ બને છે. એટલે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કોઈ કાળે ન પરવડે તેથી તંત્ર પહેલા ખાદ્યચીજોની ગુણવતા ચેક કરી પછી લોકોને એ ચીજો મળે તેવો પ્રબંધ થવો જોઈએ
ડો શીતલ ગઢિયા
સમયસરની કાર્યવાહીથી લોકોના આરોગ્યનું રક્ષણ કરી શકાય.
સાતમ-આઠમ દરમિયાન મીઠાઈ-ફરસાણનો વપરાશ વધતા ફૂડ વિભાગે વેપારીઓના સ્થળે માવો, તેલ, ઘી સહિતની સામગ્રીનું સ્થળ પર ટેસ્ટિંગ અને સેમ્પલિંગ કરવું જરૂરી છે. જૂના કે હલકી ગુણવત્તાવાળા તેલ-માવાનો ઉપયોગ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. જેથી લોકોના આરોગ્યનું રક્ષણ કરી શકાય.
રંજનાબેન સારડા, એનજીઓના જાગૃત મહિલા