Sunday - Aug 23, 2026

મોરબીના સત્યેશ્વર મહાદેવ મંદિરે સોમવારે ભવ્ય મહાઆરતી યોજાશે

મોરબીના સત્યેશ્વર મહાદેવ મંદિરે સોમવારે ભવ્ય મહાઆરતી યોજાશે

મોરબી:પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે મોરબી સ્થિત શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે ઢોલ-નગારાના નાદ અને ભવ્ય આતશબાજી સાથે મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

મંદિરના મહંત પીન્ટુ ગીરીબાપુ દ્વારા સર્વ ધર્મપ્રેમી જનતાને આ પાવન અવસરે ઉપસ્થિત રહી દર્શન-આરતીનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

મોરબીના સત્યેશ્વર મહાદેવ મંદિરે સોમવારે ભવ્ય મહાઆરતી યોજાશે

આ મહાઆરતીના મુખ્ય દાતા મહેશભાઈ પરબતભાઈ ભોજાણી (શ્યામ પાર્ક સોસાયટી, અવની ચોકડી પાસે, મોરબી) છે.

* તારીખ: ૨૪/૦૮/૨૦૨૬ (શ્રાવણ માસનો બીજો સોમવાર)
* સમય: સાંજે ૭:૧૫ કલાકે
* સ્થળ: શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા સર્કલ પાસે, મોરબી