કોઈ અજાણ્યા શખ્સે મૂર્તિઓને અમકનજનક ખંડિત કરી લાગણી દુભાવ્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
મોરબી : મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની જ્ઞાનનગરી ગણાતા માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામના સ્મશાનગૃહમાં દેવી દેવતાઓની મૃતિઓમાં તોડફોડ કર્યાની હીંચકારી ઘટના બહાર આવતા સમગ્ર ગ્રામજનોની સાથે સમગ્ર સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. જો કે કોઈ અજાણ્યા શખ્સે બદઈરાદાથી હિન્દૂ સમાજ માટે શ્રધ્ધાનું પ્રતીક મનાતી દેવી દેવતાઓની મૂર્તિઓને અપમાનજનક રીતે ખંડિત કરી સમાજની લાગણી દુભાવ્યાની ગામના જાગૃત નાગરિકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામના આગેવાન અશ્વિનસીંહ મેઘુભા પરમાર દ્વારા માળીયા મિયાણા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ અજાણ્યા ઈસમો દ્વારા વવાણીયા ગામના જ્ઞાનનગરીમાં આવેલ હિન્દૂ સ્મશાનમાં ગત તા.18જૂનથી 15 ઓગસ્ટના સમયગાળા દરમિયાન સ્મશાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી હિન્દુ સમાજ દ્વારા રાખવામા આવેલ દેવી દેવતાની મુર્તિઓને જાણી જોઇ તોડી ખંડીત કરી નુકશાન કરી હિન્દુ સમાજની લાગણી દુભાઇ તેવુ ક્રુત્ય કર્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.