હજારો અરજીઓમાંથી માત્ર 30 વિદ્યાર્થીઓની પસંદગી; ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના અચ્યુત પાડલિયા અને અંશ કોરવાડિયાનો સમાવેશ
મોરબી: મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં અભ્યાસ કરતા 13 વર્ષીય અચ્યુત પાડલિયા અને 14 વર્ષીય અંશ કોરવાડિયાએ યુકેની વિશ્વ પ્રતિષ્ઠિત Oxford University ખાતે યોજાયેલા “Exploring AI” Programmeમાં પસંદગી મેળવીને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. બંને વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં A+ ગ્રેડ મેળવ્યો છે.
13થી 15 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં વિશ્વભરમાંથી હજારો Applications પ્રાપ્ત થઈ હતી. કડક પસંદગી પ્રક્રિયા બાદ તેમાંથી માત્ર 30 વિદ્યાર્થીઓને Programme માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ પસંદગી પામેલા 30 વિદ્યાર્થીઓમાં મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના અચ્યુત પાડલિયા અને અંશ કોરવાડિયાનો સમાવેશ થયો હતો.
આ પ્રોગ્રામમાં મોરબીમાંથી પ્રથમ વખત વિદ્યાર્થીઓની પસંદગી થઈ હોવાનું જણાવાયું છે. તેમાં પણ એક જ શાળાના બે વિદ્યાર્થીઓએ એકસાથે પસંદગી મેળવી હતી. ઓક્સફર્ડ ખાતે Artificial Intelligence જેવા આધુનિક અને ઝડપથી વિકસતા ક્ષેત્ર અંગેના અભ્યાસક્રમમાં બંને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પ્રોગ્રામ પૂર્ણ કર્યા બાદ 13 વર્ષીય અચ્યુત પાડલિયાએ 100માંથી 96 ગુણ મેળવી A+ ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 14 વર્ષીય અંશ કોરવાડિયાએ 100માંથી 93 ગુણ મેળવી A+ ગ્રેડ હાંસલ કર્યો હતો. આ રીતે બંને વિદ્યાર્થીઓએ AI વિષયક અભ્યાસક્રમમાં ઊંચું શૈક્ષણિક પરિણામ મેળવ્યું છે.
હજારો એપ્લિકેશન માંથી 30 પસંદગી કરી હોય તેમાં મોરબીના બે વિદ્યાર્થીઓ એ આ પસંદગી પ્રક્રિયાની સ્પર્ધાત્મકતા દર્શાવે છે. ખાસ કરીને 13 અને 14 વર્ષની ઉંમરે Artificial Intelligence જેવા વિષયના આંતરરાષ્ટ્રીય સ્તરના Programmeમાં ભાગ લઈને બંને વિદ્યાર્થીઓએ મેળવેલા પરિણામે તેમની શૈક્ષણિક ક્ષમતા અને ટેક્નોલોજી ક્ષેત્ર પ્રત્યેની રૂચિ સ્પષ્ટ કરી છે.
મોરબીના બે વિદ્યાર્થીઓની આ સિદ્ધિ સાથે સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક સ્તરના શૈક્ષણિક કાર્યક્રમોમાં પ્રવેશ મેળવવાની ક્ષમતાનો પણ પરિચય થયો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે AI Programmeમાં પસંદગીથી લઈને A+ ગ્રેડ સુધીની સફરમાં અચ્યુત પાડલિયાના 96 અને અંશ કોરવાડિયાના 93 ગુણ મુખ્ય આંકડા રહ્યા છે.