Saturday - Aug 29, 2026

૧૦૪ વર્ષ જૂની ઐતિહાસિક શ્રી વનાળીયા પ્રાથમિક શાળા ખાતે તા. ૬ સપ્ટેમ્બરે પ્રથમ ‘ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સમારોહ’ યોજાશે

૧૦૪ વર્ષ જૂની ઐતિહાસિક શ્રી વનાળીયા પ્રાથમિક શાળા ખાતે તા. ૬ સપ્ટેમ્બરે પ્રથમ ‘ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સમારોહ’ યોજાશે

શાળાના નવનિર્માણ અને વિકાસમાં સહભાગી થવા દેશ-વિદેશમાં વસતા પૂર્વ વિદ્યાર્થીઓ અને નિવૃત્ત શિક્ષકોને ભાવભર્યું નિમંત્રણ

મોરબી:મોરબી તાલુકાની પ્રાચીન અને ગૌરવશાળી શ્રી વનાળીયા પ્રાથમિક શાળા ખાતે આગામી તારીખ ૦૬/૦૯/૨૦૨૬, રવિવારના રોજ શાળાના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ભવ્ય "ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સમારોહ - ૨૦૨૬"નું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી વનાળીયા પ્રાથમિક શાળાની સ્થાપના આઝાદી પૂર્વે તારીખ ૨૨/૦૯/૧૯૨૨ના રોજ કરવામાં આવી હતી. શાળાએ પોતાના ૧૦૪ વર્ષના દીર્ઘકાલીન ઇતિહાસમાં અનેક પેઢીઓને અક્ષરજ્ઞાન અને સંસ્કારોનું સિંચન કર્યું છે. વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ શાળાનું પુનઃ નવનિર્માણ તારીખ ૦૮/૧૦/૨૦૦૨ના રોજ સંપન્ન થયું હતું.

૧૦૪ વર્ષ જૂની ઐતિહાસિક શ્રી વનાળીયા પ્રાથમિક શાળા ખાતે તા. ૬ સપ્ટેમ્બરે પ્રથમ ‘ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સમારોહ’ યોજાશે

શાળા સ્થાપનાના ૧૦૪ વર્ષ અને નવનિર્માણના ૨૪ વર્ષ બાદ પ્રથમ વખત યોજાઈ રહેલા આ સ્નેહમિલનનો મુખ્ય ઉદ્દેશ બાળપણની સુવર્ણ યાદોને તાજી કરવાનો, શાળા પ્રત્યેનો સ્નેહ વધુ ગાઢ બનાવવાનો તથા શાળાના આધુનિક વિકાસ અને ભાવિ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સહયોગી બનવાનો છે.

આ સ્નેહમિલન સમારોહમાં દેશ કે વિદેશના કોઈપણ ખૂણે સ્થાયી થયેલા તમામ પૂર્વ વિદ્યાર્થીમિત્રો, અહીં વર્ષો સુધી સેવા આપી વિદ્યાર્થીઓનું ઘડતર કરનાર તમામ પૂર્વ તથા હાલના શિક્ષકો, વડીલો અને ગ્રામજનોને ઉપસ્થિત રહેવા હાર્દિક ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગત:

* તારીખ: ૦૬-૦૯-૨૦૨૬ (રવિવાર)

* સમય: સવારે ૯:૩૦ કલાકે

* સ્થળ: શ્રી વનાળીયા પ્રાથમિક શાળા પરિસર, મુ. વનાળીયા, તા. જી. મોરબી

નિમંત્રક:
ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સમિતિ – વનાળીયા
વનાળીયા ગ્રામ પંચાયત

વધુ માહિતી માટે આપ કોન્ટેક્ટ કરી શકો છો:- 99783 02628,63537 53157,95865 01298,98258 28303,98794 60624