મોરબી : મોરબી શહેરમાં ઉમા ટાઉનશીપ નજીક આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અમૃતસિંહ દાનુભા જાડેજા ઉ.વ.34 નામના યુવકે ગઈકાલે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.