Thursday - Sep 03, 2026

નંદ ઘેર આનંદ ભયો : મોરબીમાં કૃષ્ણજન્મોત્સવને ઉમગ ઉલ્લાસભેર મનાવવા લોકો કૃષ્ણમય બન્યા

નંદ ઘેર આનંદ ભયો : મોરબીમાં કૃષ્ણજન્મોત્સવને ઉમગ ઉલ્લાસભેર મનાવવા લોકો કૃષ્ણમય બન્યા

મોરબીને ભાતીગળ ગોકુળિયું બનાવવા સર્વ હિન્દૂ સંગઠનોની તાડામાર તૈયારીઓ

જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરશે, 19 સ્થળે મટકી ફોડ

મોરબી : ભગવત ગીતના માધ્યમથી સમગ્ર જગતનો કર્મનો સિધ્ધાંત આપનાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને સીરામીક શહેર મોરબી કૃષ્ણની ભક્તિના રંગે રંગાઈ ગયું છે. ખાસ તો ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભક્તિસભર અને આનંદ ઉલ્લાસભેર ઉજ્જવા માટે તમામ હિંદુ સંગઠનો એક છત્ર નીચે આવી સહિયારા આયોજનથી આખા શહેરમાં ધજાકા પતાકા, રંગબેરંગી રોશનીન શણગાર સાથે ગોકળિયું ગામ બનાવી દેવા અધીરા બન્યા છે.

મોરબી સર્વ હિન્દૂ સંગઠનના અધ્યક્ષ કમલેશભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે, તમામ હિન્દૂ સંગઠનો દ્વારા જન્માષ્ટમીના પવિત્ર અવસરે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરેથી પરંપરાગત ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સવારે 8 વાગ્યે કાઢવામાં આવશે. જેમાં સંતો મહતો, રાજકીય, સામાજિક આગેવાન, રાજ્ય મંત્રી, ધારાસભ્ય તેમજ મેયર સાહિતન પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત માનવ મહેરામણ ઉમટી પડશે. આ શોભાયાત્રા જડેશ્વર મંદિરેથી નીકળી સુપર ટોકીઝ, નવયુગ ગારમેટથી ત્રિકોણબાગ, નવાડેલા રોડ, રિદ્ધિ સીધી ફટાકડા સ્ટોલથી ખાખીની જગ્યા, જુના બસ સ્ટેન્ડ, રામચોક, સીતાચોક, ચકિયા હનુમાનજી રવાપર રોડ, શાક માર્કેટ, નહેરુ ગેઇટ ચોક, ગ્રીનચોકથી દરબારગઢ થઈ રામ મહેલ મંદિરે પૂર્ણ થશે.આ શોભાયાત્રામાં બેથી ત્રણ રથમાં કૃષ્ણ ભગવાનના આકર્ષક ફ્લોટો, તેમજ ભગવાનની વેશભૂષમાં સજ્જ બાળકો, અન્ય વાહનોને શણગારી તેમજ બે ગાડીમાં ડીજે સહિતની ધમાલ મસ્તીની સિસ્ટમ સહિત નવેક વાહનો સાથે વિશાળ કાફલા સાથે આ રાજમાર્ગો ઉપર ફરી 19 સ્થળો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના અદભુત જયઘોષ સાથે મટકી ફોડીને ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવને હર્ષોલ્લાસભેર ઉજવાશે. શોભાયાત્રામાં યુવાનો હેરતઅંગેજ પ્રયોગો રજૂ કરશે. શોભાયાત્રાના રૂટ પર શરબત, છાશ, દૂધ કોલ્ડ્રિકસ સહિતના ઠંડા પીણા વિતરણ કરાશે.