વાકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં.લોડિંગ કોન્ટ્રાકટ રાખવા મુદ્દે.સિરામિક ફેકટરી નજીક બનેલા બનાવ અંગે ફરિયાદ બોલાચાલીનો ખાર રાખી ત્રણ આરોપીઓએ લાકડધાર ગામની સીમમાં આવેલ કવરટોન સિરામિક ફેકટરી નજીક પર યુવક પર છરી અને ધોકા વડે હુમલો કરતા બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ પર રહેતા લેબર કોન્ટ્રાકટર ફરિયાદી ગજરાજભાઈ અમરેશભાઈ ગુર્જર ઉ.વ.32 નામના યુવકે આરોપી હરિસિંહ ટિકમસિંહ ગુર્જર, જોગેન્દ્ર રામધન ગુર્જર રહે. બન્ને એમ્બીટો સિરામિક, સરતાનપર રોડ તેમજ આરોપી લોકેન્દ્ર શિવરામ રહે.કવરટોન સિરામિક લાકડધાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગા ફરિયાદીના ભાગીદાર વિજયભાઈ સાથે આરોપી હરિસિંહને એમ્બીટો સીરામીકમાં લોડિંગ કોન્ટ્રાકટ રાખવા બાબતે બોલાચાલી થઈ હોય જેનો ખાર રાખી હરિસિંહના કહેવાથી આરોપીઓએ ફરિયાદી પર ચાકુ અને ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.