વાંકાનેર : વાંકાનેર - બામણબોર નેશનલ હાઇવે પર મહિકા ગામથી આગળ ગારીડા ગામ નજીક જીજે - 09 - એજી - 8050 નંબરની અલ્ટો કારના ચાલકે પુરપાટ ઝડપે પોતાની કાર હંકારી આગળ જતા જીજે - 02 - ઇ - 8735 નંબરના બાઈક ચાલક કેશવજીભાઈ બાંભણીયા રહે.કોઠી ગામ તા.વાંકાનેર વાળાને પાછળથી ટક્કર મારતા કેશવજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત સર્જ્યા બાદ અલ્ટો કારનો ચાલક નાસી છૂટયો હતો. બાદમાં આ અકસ્માત અંગે મૃતકના પુત્ર સિંધાભાઈ કેશવજીભાઈ બાંભણીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.