Friday - Jun 12, 2026

વાંકાનેરની હોસ્પિટલમાં ગાંઠના ઓપરેશન બાદ બાથરૂમમાં પડી જતા પરિણીતાનું મોત

વાંકાનેરની હોસ્પિટલમાં ગાંઠના ઓપરેશન બાદ બાથરૂમમાં પડી જતા પરિણીતાનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામે રહેતા ઉષાબેન અરવિંદભાઈ મકવાણા ઉ.વ.35 નામના પરિણીતાને ગાંઠના ઓપરેશન માટે વાંકાનેર શહેરમાં આવેલ ઝાલા હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.જ્યાં ઓપરેશન બાદ ઉષાબેન બાથરૂમમાં જતા બાથરૂમમાં પડી જવાથી બેભાન થઈ જતા સારવારમાં લઈ જવાતા ઉષાબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.