Friday - Jun 12, 2026

મોરબીમાં જુદા જુદા વિસ્તારોમાંથી બે યુવતીઓ અને એક યુવાન લાપતા

મોરબીમાં જુદા જુદા વિસ્તારોમાંથી બે યુવતીઓ અને એક યુવાન લાપતા

મોરબી : મોરબી શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા થોડા દિવસોમાં બે યુવતીઓ અને એક યુવાન પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હોવાની ઘટનાઓ સામે આવી છે. આ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ત્રણેય ગુમસુદા ક્યાંય જોવા મળે તો સંપર્ક કરવા અપીલ કરી છે.

પ્રથમ કિસ્સામાં મોરબીના મહેન્દ્રનગર આઈ.ટી.આઈ.ની સામે સત્યમ પાર્ક વિસ્તારમાં રહેતા મમતાબેન કાન્તીલાલ સિંગલ (ઉંમર વર્ષ: 20) તારીખ 11/06/2026ના રોજ બપોરે 3:00 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયેલ છે. તેમની ઉંચાઈ આશરે 5 ફૂટ 2 ઈંચ છે, શરીરે ઘઉંવર્ણની અને મધ્યમ બાંધાની છે. તેમના હાથના પંજામાં ટેટુ ત્રોફાવેલ છે.

બીજા કિસ્સામાં મોરબી 02માં સર્કીટ હાઉસ પાસે હરી પાર્કમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા (નરશીપરા સ્વામીનારાયણ મંદિર પાસે) ના વતની રાજુભાઈ રસીકભાઈ હડીયલ (ઉંમર વર્ષ: 29) તારીખ 04/06/2026ના રોજ સાંજના 4:00 વાગ્યાના અરસામાં કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેમની ઉંચાઈ આશરે 5 ફૂટ 8 ઈંચ છે અને તેઓ ઘઉં વર્ણના છે.

ત્રીજા કિસ્સામાં મોરબી 02ના કાન્તિનગર વિસ્તારમાં રહેતા જાસ્મીનબેન (પિતાનું નામ: મયોદિનભાઈ વાટીયા, ઉંમર વર્ષ: 20) તારીખ 09/06/2026ના રોજ સવારના 5:00 વાગ્યે પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયેલ છે. ગુમ થતી વખતે તેમણે કાળા કલરનું નાઈટ ડ્રેસ પહેરેલ છે. તેઓ શરીરે ઘઉં વર્ણની અને મધ્યમ બાંધાની છે તથા તેમની ઉંચાઈ આશરે 5 ફૂટ 1 ઈંચ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાપડીયા આ મામલે તપાસ ચલાવી રહ્યા છે. આ ગુમ થનાર વ્યક્તિઓ અંગે કોઈ પણ પ્રકારની માહિતી મળે તો એ.એમ.ઝાપડીયા મો. 9714064419 તથા મોરબી સીટી બી ડીવીઝન પો. સ્ટે. નં.: 6357240718 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.