Friday - Dec 13, 2024

મોરબીના સિરામિક કારખાનામાં વીજ શોકથી યુવાનનું મોત

મોરબીના સિરામિક કારખાનામાં વીજ શોકથી યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સેરવીલ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીમાં જ રહેતા મંગલ ખડીત ઉ.33 નામના યુવાનને ફેકટરીમાં કામ કરતી વેળાએ વીજ શોક લાગતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.