Friday - Jan 24, 2025

માળીયા નજીક માતાજીના દર્શન કરવા નીકળેલા યુવાનનું છકડો રીક્ષાની ઠોકરે મોત

માળીયા નજીક માતાજીના દર્શન કરવા નીકળેલા યુવાનનું છકડો રીક્ષાની ઠોકરે મોત

મોરબી : માળીયા મિયાણા તાલુકાના નાની બરાર ગામનો યુવાન જાજાસર ગામે માતાજીના દર્શને ગયા બાદ મિત્રના બાઇકની ચક્કર મારવા જતા સિંગલ પટ્ટી રોડ ઉપર છકડો રીક્ષા સાથે અકસ્માત સર્જાતા મૃત્યુ નીપજ્યું હતું. ગત તા.1ના રોજ બનેલ આ બનાવ અંગે ગઈકાલે ફરિયાદ નોંધાઇ છે.

માળીયા મિયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા કરશનભા જશાભાઈ બકુત્રાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.1ના રોજ તેમના કાકાનો દીકરો કિશન ચંદુભાઈ બકુત્રા ઉ.19 જાજાસર ગામે શક્તિ માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. જ્યાં તેનો મિત્ર કેટીએમ બાઈક લઈને આવ્યો હોય કિશન બાઇકની ચક્કર મારવા નીકળતા નાની બરારથી જાજાસર ગામ તરફ આવતા સિંગલપટ્ટી રોડ ઉપર જીજે – 10 – યુ – 4172 નંબરની છકડો રીક્ષાના ચાલક દિનેશ દેવદાનભાઈ ચાવડા રહે.નાની બરાર વાળાની રીક્ષા સાથે અકસ્માત સર્જાતા ગંભીર ઇજાઓ પહોંચતા કિશનનું મૃત્યુ નીપજ્યું હતુ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.