મેયરે લાતી પ્લોટમાં વહેલી સવારે સર્પ્રાઇઝ વિઝિટ કરી ચોમાસા પહેલા તમામ કામો ગુણવત્તાયુક્ત અને સમયસર પૂરા કરવા અધિકારીઓને આદેશ આપ્યો
મોરબી : મોરબીની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટની અગાઉ નગરપાલિકાના પાપે કપરી દુર્દશા હોવાથી ખાસ કરીને ચોમાસામાં આ વિસ્તારની નર્કથી બદતર હાલત સર્જાઈ છે અને પાણી ભરાવવા તેમજ ગારા કીચડને કારણે આશરે 2 હજાર જેટલા ઉધોગકારોને ચોમાસામાં વેપાર ધંધા બંધ રાખવા પડે તેવી નોબત આવી છે. હવે ચોમાસું નજીક આવતું હોય ત્યારે લાતીપ્લોટમાં ચારેતરફ ખોદાણથી ભારે મુશ્કેલભરી પરિસ્થિતિનું નિર્માણ થતા લાતીપ્લોટની આ વર્ષોની સમસ્યા હલ કરવા મનપામાં ભાજપની નવી રચારેલી બોડીના યુવા મેયર ઉત્તમભાઈ સુરાણી મેદાને આવ્યા છે. જેમાં મેયરે લાતી પ્લોટમાં વહેલી સવારે સર્પ્રાઇઝ વિઝિટ કરી ચોમાસા પહેલા તમામ કામો ગુણવત્તાયુક્ત અને સમયસર પૂરા કરવા અધિકારીઓને આદેશ આપ્યો છે.
મોરબી મહાનગરપાલિકાના નવ નિયુક્ત યુવા મેયર એક્શન મોડમાં આવી લાતી પ્લોટ વિસ્તારમાં વહેલી સવારે સર્પ્રાઇઝ વિઝિટ કરી હતી અને ગ્રાઉન્ડ ઝીરો પર સમીક્ષા કરી ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને દંડકને સાથે રાખી મેયરે રસ્તાના કામોનું જાતે નિરીક્ષણ કર્યું હતું. લાતીપ્લોટની હાલ ખરાબ સ્થિતિ જોઈને તેઓએ ચોમાસા પહેલા તમામ કામો ગુણવત્તાયુક્ત અને સમયસર પૂરા કરવા અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપી છે.
મોરબી મહાનગરપાલિકાના યુવા મેયર ઉત્તમભાઈ સુરાણી આજે વહેલી સવારે જ ગ્રાઉન્ડ પર ઉતરી આવી એક્શન મોડમાં આવ્યા હતા. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે શહેરીજનોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મેયરે આજે વહેલી સવારે લાતી પ્લોટ વિસ્તારની અચાનક મુલાકાત (સરપાઇઝ વિઝિટ) લીધી હતી. આ મુલાકાત દરમિયાન મેયરની સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબીયા તથા દંડક જયેશભાઈ દેસાઇ પણ ખાસ જોડાયા હતા. ગ્રાઉન્ડ ઝીરો પર રસ્તાઓની સ્થિતિ ચકાસી મેયર ઉત્તમભાઈ સુરાણી અને તેમની ટીમે લાતી પ્લોટ વિસ્તારના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રોડ-રસ્તાની વર્તમાન સ્થિતિનું જાતે (ગ્રાઉન્ડ ઝીરો પર) બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ચાલુ કામગીરી અને રોડની ગુણવત્તા અંગે તેમણે સ્થળ પર હાજર અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કડક તાકીદ
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મેયરે સ્થળ પર જ હાજર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કડક સૂચનાઓ આપી હતી કે, નિયત સમયમર્યાદામાં અને ચોમાસું શરૂ થાય તે પહેલાં જ રસ્તાના તમામ કામો અત્યંત ગુણવત્તાયુક્ત રીતે પૂરા કરવામાં આવે. કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
"લોકોને હાલાકી ન પડે અને વિકાસના કાર્યો ઝડપથી પૂરા થાય તે જ આપણી પ્રાથમિકતા છે." તેવું મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું.
મોરબીના નાગરિકોની સુવિધા સુખાકારી માટે મહાનગરપાલિકાની આખી ટીમ કટિબદ્ધ છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારે સરપ્રાઈઝ વિઝિટ અને લોકહિતના કાર્યોનું મોનિટરિંગ સતત ચાલુ રહેશે તેમ મેયરે ઉમેર્યું હતું. તેમ ભાવેશ કાનાણી ભારતીય જનતા પાર્ટી મિડીયા ઇન્ચાર્જ મોરબી જિલ્લો/મહાનગરની યાદીમાં જણાવાયું છે.