મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટનાઓ રોજિંદી બની છે ત્યારે ત્રણેક દિવસ પૂર્વે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં રસ્તો ક્રોસ કરવા ડિવાઈડર પર ઉભેલા એક યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા ફંગોળાઈ ગયેલ યુવક ટ્રેલરના જોટામાં આવી જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માતના બનાવ અંગે મોરબીના મકનસર ગામે એપેક્ષ સિરામિક ફેકટરીમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની ગુનાકારા સનાતન દાસ ઉ.31 નામના યુવકે જાહેર કર્યું હતું કે, ગત તા.7ના રોજ રાત્રીના સમયે ફરિયાદી તેમજ તેમના મિત્ર હરેક્રિષ્ના પ્રબોધકુમાર જૈના ઉ.32 રસ્તો ક્રોસ કરવા મકનસર નજીક હાઇવેના ડિવાઈડર પર ઉભા હતા ત્યારે જીજે - 03 - બિટી - 0489ના ચાલકે હડફેટે લેતા હરેક્રિષ્ના ફંગોળાઈ જતા જીજે - 05 - બિટી - 3187 નંબરના ટ્રેલરના જોટામાં આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.