સમાજના આગેવાનો દ્વારા યોગેશભાઈ ગંગારામભાઈ અગેચાણીયાને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી
મોરબી : મોરબી જિલ્લા ચુવાળિયા કોળી સમાજ દ્વારા સંગઠનને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી જિલ્લા ચુવાળિયા કોળી સમાજના નવા પ્રમુખ તરીકે યોગેશભાઈ ગંગારામભાઈ અગેચાણીયાની નિમણૂક કરવામાં આવી છે. ચુવાળિયા કોળી સમાજના આગેવાનો દ્વારા સર્વાનુમતે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. તેમની આ નિમણૂકને પગલે સમાજના હોદ્દેદારો, આગેવાનો અને યુવાનો દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.