Thursday - May 28, 2026

મોરબીમાં એપાર્ટમેન્ટના આઠમા માળે પાણીના ટાંકાની સીડી સાથે પનિયુ બાંધીને વૃદ્ધનો ફાંસો

મોરબીમાં એપાર્ટમેન્ટના આઠમા માળે પાણીના ટાંકાની સીડી સાથે પનિયુ બાંધીને વૃદ્ધનો ફાંસો

મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર આવેલ તુલસીપત્ર એ એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે રહેતા હરિભાઈ વિરજીભાઈ દેત્રોજા ઉ.વ.70 નામના વૃધ્ધએ કોઈ કારણોસર એપાર્ટમેન્ટના આઠમા માળે પાણીના ટાંકાની સીડી સાથે પનિયુ બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મોત નિપજતા તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.